કોણ વગાડે છે બીન જરા વિચારીને તો જો
ભલે કર તું એક...દો...તીન... જરા વિચારીને તો જો
તને ઉઘાડી આંખમાં આવે જો ઘાતક સપના
તો કોણ મારે છે પીન, જરા વિચારીને તો જો
દીવાલો ચણીને ઊંચી ભલે કેદ તું થઈ જા
કોની ચાલ છે હીન, જરા વિચારીને તો જો
સમયનો છે તકાજો કે હજી પાછો વળી જા
થતો ના આદતને આધીન, જરા વિચારીને તો જો
કઠપૂતળી બની જવામાં જશે દોર કોઈના હાથમાં
સંઘર્ષ જશે ને થશે તાકધીન, જરા વિચારીને તો જો
બીજાની ઉન્નતિ જોઈ જલીશ ના કોઈ દી તું દોસ્ત
સંગઠન થશે છિન્નભિન્ન, જરા વિચારીને તો જો
કમજોર પંખીની જેમ કરીશ ના કદી ચીંચીં
બાજ બની કર પરાધીન, જરા વિચારીને તો જો
દિમાગોનો નહીં દિલનો છે આપણો સંબંધ
"કાતિલ" થયા ગમગીન, જરા વિચારીને તો જો
No comments:
Post a Comment