કાન્તિલાલ 'કાતિલ'

કાન્તિલાલ 'કાતિલ'

Thursday, January 1, 2015

કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ



કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ
સાડલાનો હંગટો  ખોસી ન કાંખમઅ
વાંકી વાળીને હું તો વાળું
આંગણિયા લોકોના ઉજળાં કરું  છતાંય
અંધારાં આયખાના ભાળું
માંડ માંડ મહીનોય થાય નઈ પૂરો ન
ઘોંચમાં પડઅ સ મારું ગાડું.
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ

દેવાનો ડુંગર સ આભથી ઊંચેરો ન
ધણીના ધરતી પર પગ
કાચી માટી જિમ ઓગળી જાઉં
કરમ કઠણ લખ્યા મગ!
વ્યાજનો તાકો જાય પથરાતો લાંબો ન
ગૂંચવાણી કેમ કરી ફાડું
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ

બગલાની પાંખ જેવા ધોળા દેખાય
પીટ્યા ગંદી નજરું એ રોજ જુએ
ફાટેલા ઘાઘરાની આરપાર જોઇને
નજરુંના દોરે એ સીવે.
છેવાળીયા હમજઅ સ એ ઠાકરના લાડુ
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ

મહારાજની વાત તો ભૂલી જાં હંધીયે
હવ અ તો પાડ અ સ રોજ ખેલ
ટીલા ટપકાં કરી ઘેર ઘેર ફરતો
ન કહેતો  ક સવા રૂપિયો મેલ.
કાનની જનોઈ કેડે વીંટાળી ફાટીમૂઓ
ઇશારે બતાવતો નાડુ.
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ

ઈયોની મશકરી પડઅ સ બૌ ભારે
જારે બચુડાનો બાપ એ જુએ.
હાંજે એ ઢીંચીને આવઅ ખાઈ નઈ સુવે
ધોકેણાથી  લૂગડાંની જિમ મને ધુવે.
બળી રાતની એ વાત કુને માંડું
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ

આભ ફાટ અ ન વેરાઈ જાય છાંટા
ડૂસકાં ભરું ક પાડું ઘાંટા.
અમારી આ આબદા તે જુવઅ નઈ કોઈ
ડગલું ભરું ન ભોંકાય કાંટા
માણહ મટી ન થિયું પાડું
કાંખ મ ડબો ન મારા હાથ મ સ ઝાડુ

No comments:

Post a Comment