તોણી તોણી તણઈ જ્યોસુ તાણામઅ
વાંહો ફાટી જ્યોસ મારો વાણામઅ .
કાંઠલો ચૂહી ચૂહી ન ગળી જ્યુ સ મોઢું
બે રૂપિયાના કામ મ ઈ આપઅ સ દોઢું
દાળ ન રોટલો
માંડ મળઅ સ ભાણામઅ
વાંહો ફાટી જ્યોસ મારો વાણામઅ.
એક હાંધતાં તેર તૂટઅ ન તેર હાંધતાં તીસ
હાળનો ખાડો હાંભળઅ નઈ હું પાડું કુનઅ ચીસ
વ્યાજ ભરી ન તૂટી જ્યો સુ
ટાણામઅ.
વાંહો ફાટી જ્યોસ મારો વાણામઅ .
સટાક સટસટ સટાક સટસટ સટાક સટસટ
રાત ‘દિ માણું હું બસ એક જ ખટપટ
આયખું ધોવાઈ ગયું સઅ દાણામઅ
વાંહો ફાટી જ્યોસ મારો વાણામઅ .
રાત આખી ફીરકી ફેરવી ગહઈ જઈ’તી આંગળી
દમનો એવો રોગ લાગ્યો ક ઈ થઇ જઈ સ પાંગળી
હાડલાનો ય વેત નથી રીયો નાણામઅ
વાંહો ફાટી જ્યોસ મારો વાણામઅ .
No comments:
Post a Comment