કાન્તિલાલ 'કાતિલ'

કાન્તિલાલ 'કાતિલ'

Monday, December 22, 2014

જરા વિચારીને તો જો





કોણ વગાડે છે બીન જરા વિચારીને તો જો

ભલે કર તું એક...દો...તીન... જરા વિચારીને તો જો


તને ઉઘાડી આંખમાં આવે જો ઘાતક સપના

તો કોણ મારે છે પીન, જરા વિચારીને તો જો


દીવાલો ચણીને ઊંચી ભલે કેદ તું થઈ જા

કોની ચાલ છે હીન, જરા વિચારીને તો જો


સમયનો છે તકાજો કે હજી પાછો વળી જા

થતો ના આદતને આધીન, જરા વિચારીને તો જો


કઠપૂતળી બની જવામાં જશે દોર કોઈના હાથમાં

સંઘર્ષ જશે ને થશે તાકધીન, જરા વિચારીને તો જો


બીજાની ઉન્નતિ જોઈ જલીશ ના કોઈ દી તું દોસ્ત

સંગઠન થશે છિન્નભિન્ન, જરા વિચારીને તો જો


કમજોર પંખીની જેમ કરીશ ના કદી ચીંચીં

બાજ બની કર પરાધીન, જરા વિચારીને તો જો


દિમાગોનો નહીં દિલનો છે આપણો સંબંધ

"કાતિલ" થયા ગમગીન, જરા વિચારીને તો જો

સાંબરડા


સત્તાના સાટકે ફાડે છે બરડા
ને વર્ષોથી ઝાટકે પાડે ઉઝરડા.
લોહીઝાણ આંસુએ રડતાંતાં ઘરડાં
હાં...હાં...... સાંબરડા.

ગુંડા શરમાય એવું ગઢવીનું કામ
આતંકનું ધામ બન્યું સાંબરડા ગામ,
જેમ અજગરે લીધા હોય ભરડા 
હાં...હાં...... સાંબરડા.

પાડે બોકાહા તોય બાપુકહીને
લળીલળી આવતાંતા પાસ.
રજવાડી કેફે હજુ રઝળતાં પાડા
જે માણસને સમજે હજી ઘાસ,
સાંઢ બની બેઠા છે વાછરડા 
હાં...હાં...... સાંબરડા.

ન્યાયની તલવાર પર ચડે હિજરત
ને સલામતીની ચૂંથાતી લાશ,
ક્રાંતિની જ્વાળાઓ ભરખી જાશે
ને ફેલાઈ જાશે ચોમેર લાલાશ,
ધરતી ફાટે ને પાપ પોકારે છબરડા  
હાં...હાં...... સાંબરડા.

સત્તાસ્થાપિત હિત બનતું શોષિત,
ટાઢ તડકો વેથી બેઠા હિજરતી દલિત,
રાજ કરે આજે જ્યાં ભૂત ને પલિત
હરિજનોના હામી બની ગાય છે ગીત 
પંચાયતી રાજના છીએ અમે ભમરડા
હાં...હાં...... સાંબરડા.