કાન્તિલાલ 'કાતિલ'

કાન્તિલાલ 'કાતિલ'

Thursday, January 1, 2015

સત રે બોલો નહીંતર મત બોલો




આંગણામાં વરસેલાં  કાગળનાં ફોરાંથી
આકાશી  ઓકળીમાં ઊઘડી લાલાશ
એની ઠાંસીને ફ્રીજમાં સંઘરી ભીનાશ
ટેપ કર્યા ટોળાના ઘોંઘાટીયાં ગીત
ગાવાનું બાકી એક અસ્પૃશ્ય ગીત
ઝાલીને હું ઊભો હું પડતી પછીત
આલજી રાગોડે સાથે સાળનું સંગીત.
ગોરા રે પીરાની તમને આણ રે સૂડલા
તમે સાત રે બોલોને નહીંતર મત બોલો

બાવન અક્ષર બૂઝે તોય સૂઝે
છિન્ન વિચ્છિન્ન શબ્દોના પ્રાસ
પાણીમાં શોધતો ઘીનો આભાસ
ને લાલ ચટ્ટક બોરમાં લોહીની ખટાશ
નેળિયામાં નાનાકીનો ચૂંથાયેલ દેહ
એની આકાશે ચકરાતી ચીસ
મારો કાપ બચાવો નૈ  કોઈ
ફાટી હાલ્યા’સ બઉ નીસ
વાસમાં વરસી’તી  ભારેખમ્મ ગાળ
તૂટ્યા’તાં તાર ને તૂટી’તી શાળ
તે ‘દિ ભોંય ભેગી થઇ’તી પછીત
અલ્યા , મારે તો જીવવાનું ગીત
વણ રે વાદળ વરસા રે હુઈ
ઘટડામાં અટક્યા’તા પ્રાણ
કહેવાય નઈ ને સહેવાય નઈ
કશમકશ જીવનની તાણ
તાર તાર થઇ’તી તાણાની ગૂંચ
તૂટેલા ખાલીખમ આયખાને પૂછ
ગુરૂજીની રહેણી કહેણી ને સત પરવાસા
સતના રે ઊગ્યા ત્યાં તો સૂર.

પડ્યું એક બૂંદ મારા ગુરૂજીને વચને
સવા રે કરોડનું એનું મૂલ રે
સૂડલા તમે સત રે બોલો ને
નહીંતર મત બોલો.

No comments:

Post a Comment