ખોવાઇ ગઈ સું હું તો ગોતું સું ક્યારની
જડતું નથી ન મન રોતું
લોકો કહે સે ઓલી કાગળમાં ગંધાતી એંઠનાં
કાગળ મઅ આયખા ન ગોતું.
ભૂખરી ન મેલીઘેલી વાળની લટ્ટુમાં
વાલપથી આંગળી પસવારે
ગળાના હમ અમે ખાતા’તા એકમેક
ડુંગળી ન રોટલો હારે.
સરગની પૂતળી કે’તો રમાંણયો ન
મરક મરક મોઢું મલકાતું
કાગળ મઅ આયખા ન ગોતું.
કચરાનો ઢગલો સ બાપ મારો
અનઅ પલાસ્ટીકની થેલી સ મા
દુકાનનો વેપારી દસમાન સ મારો
ત્યાં જાઉં નઈ કોઈ દિ ખમ્મા.
બચકો બતઈ ન બાયણામ
પિત્તો ફાટ અ ન હચમચી જઉ ચિત્કારે
બે કાગળના ડુચ્ચામઅ સોદો કરઅ
ઇનઅ કોરુંકટ જોબનીયું જોતું
લોકો કહે સે ઓલી કાગળમાં ગંધાતી એંઠનાં
કાગળ મઅ આયખા ન ગોતું.
No comments:
Post a Comment